મણિનગર: મણીનગરમાં પનીરનો જથ્થો ઝડપાવા મામલે ફૂડ અધિકારી તેજસ શાહે આપી માહિતી
Amc કચેરી ખાતેથી ફૂડ વિભાગના અધિકારી ડો.તેજસ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં લક્ઝરી મારફતે પનીરનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. તે પ્રકારની માહિતીના આધારે આજે અરુણાચલ પ્રદેશના સિમ્બોલ વાળી બે લક્ઝરી બસમાં તપાસ કરવામાં આવતા પનીરનો 408 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો હતો.