વડોદરા જિલ્લાના પાદરા-જાસપુર ચોકડી પાસે વરસાદી પાણી ભરેલા ખાડામાં દાદી અને પૌત્રી પડી ગયા હતા. પાદરા પંથકમાં ભારે વરસાદને કારણે જાસપુર ચોકડીના સિટી સેન્ટર નજીક રસ્તા પર પાણી ભરાયું હતું. નવી ગટર લાઇન માટે ખોદાયેલા ખાડાનું યોગ્ય પુરાણ ન કરાતા આ ઘટના બની હોવાનો આક્ષેપ છે. બૂમાબૂમ થતાં સ્થાનિકો અને દુકાનદારો દોડી આવ્યા અને બંનેને સહીસલામત બહાર કાઢ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી, પરંતુ ઘટનાએ તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.
#VadodaraNews #Padra #RoadSafety #RainWater #CCTVFootage #HumDekhengeNews