માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ગેસ બાટલામાં લીકેજ બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી માહિતી મુજબ, બિલ્ડિંગમાં આવેલી શ્રી બ્રાહ્મણી ગોલ્ડ નામની દુકાનમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરવામાં આવતું હતું.
ચાર માળની બિલ્ડિંગના ચોથા માળે પોલિશિંગના કામ માટે ત્રણ ગેસ બાટલાનો ઉપયોગ થતો હતો. કામ દરમિયાન એક બાટલામાં લીકેજ થતાં આગ લાગી હોવાનું જણાવાયું છે. ઘટના બાદ ત્યાં હાજર લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ વધુ વિકરાળ બને તે પહેલાં તેના પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
રિપોર્ટમાં ઘાંચીની પોળની કેટલીક ઇમારતોમાં ગેસ બાટલા અને ભઠ્ઠીઓના ઉપયોગ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
(Manek Chowk, Ghanchi Ni Pol, Gas Cylinder Blast, Gas Leakage, Fire Incident, Amdavad Fire Brigade, Commercial Building Fire, Brahmani Gold, Fire Safety, Cylinder Safety, Manek Chowk Fire, Amdavad News,