ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ કાંઠે આજથી ત્રણ દિવસીય સાતમ-આઠમ મેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મેળામાં રમકડાં, કચ્છી હસ્તકલા, કટલરી અને ખાણીપીણી સહિત આશરે 275 સ્ટોલ ઊભા કરાયા છે. ચકડોળ, બ્રેક ડાન્સ, મિની ટ્રેન, કાર રાઈડ અને અન્ય રોમાંચક રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બની છે. મેળો માણવા ભુજ સહિત સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં શહેરી અને ગ્રામ્ય લોકો ઉમટી રહ્યા છે. લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે નગરપાલિકા તથા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
#Bhuj #HamisarLake #SatamAathamMela #KutchFestival #GujaratNews #HumDekhengeNews