અંજાર: ગોવર્ધન નંદીશાળામાં નંદી મહારાજને વિશેષ સેવા અર્પણ
Anjar, Kutch | Jul 5, 2026 અંજાર સ્થિત ગુજરાત પ્રદેશની પ્રથમ ગોવર્ધન નંદીશાળામાં તા. 5 જુલાઈના પાવન અવસરે નંદી મહારાજની વિશેષ સેવા કરવામાં આવી હતી. વરસાદી ઋતુના આગમન અને ઠંડકભર્યા વાતાવરણ વચ્ચે નંદી મહારાજને તાજા લીલા શાકભાજીનો મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સેવાકાર્યમાં અંદાજે 1200થી 1500 કિલોગ્રામ તાજા લીલા શાકભાજી નંદી મહારાજને પ્રેમપૂર્વક અર્પણ કરવામાં આવ્યા હતા.