ગાંધીધામ: આદીપુરમા આવેલ પૂજ્ય ભાઈબંધ પંચાયત ટ્રસ્ટ સંચાલિત પૂજ્ય લાલ સાહેબ મંદિર ખાતે ચંદ્ર મહોત્સવનું ભવ્ય આયોજન
આદીપુર ખાતે આવેલ પૂજ્ય ભાઈબંધ પંચાયત ટ્રસ્ટ સંચાલિત પૂજ્ય લાલ સાહેબ મંદિર ખાતે 17 વારી નિમિત્તે ચંદ્ર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 18 મે 2026, સોમવારના રોજ યોજાનારા આ ધાર્મિક મહોત્સવમાં સાંજે 7:30 વાગ્યે આરતી તેમજ રાત્રે 8:00 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદના દાતા તરીકે રાજાણી પરિવાર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં દર મહિને ચંદ્રના દિવસે દાતાઓના સહયોગથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.