અંજાર: ગંગોત્રી સોસાયટીના ગટર પ્રશ્ને રહીશોએ નગરપાલિકા ખાતે પ્રમુખને કરી રજૂઆત
#Jan samasya
Anjar, Kutch | Jun 18, 2026 અંજાર શહેરની ગંગોત્રી સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના પાણીની સમસ્યા સર્જાતી હોવાના મુદ્દે સોસાયટીની મહિલાઓએ અંજાર નગરપાલિકાના પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી.નગરપાલિકા પ્રમુખે રજૂઆતને ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી તથા પ્રશ્નના વહેલી તકે નિરાકરણ માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. સ્થાનિક રહીશોએ પણ સમસ્યાના ઉકેલ માટે તંત્ર સમક્ષ આશા વ્યક્ત કરી હતી.