ખંભાત: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉંદેલ ગામે ‘જન કલ્યાણ શિબિર’નું ભવ્ય આયોજન, ધારાસભ્યના હસ્તે સેવાનો લાભ અપાયો.
Khambhat, Anand | Jun 20, 2026 આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાના અભિગમ સાથે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઉંદેલ ગામે એક ભવ્ય ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર તેમના ગામના આંગણે જ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મળી રહે તે હતો.આ શિબિરમાં ગ્રામજનો માટે મુખ્યત્વે જાતિના દાખલા, આયુષ્યમાન કાર્ડ અને આધારકાર્ડ અપડેટેશન જેવી મહત્વની કામગીરી સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવી.