ગાંધીધામ: ભારતનગર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ મનપા તંત્રની તાત્કાલિક સ્થળ મુલાકાત
ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં પ્રથમ વરસાદના સામાન્ય ઝાપટા દરમિયાન નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ અંગે મનપા મેયર દીવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી તેમજ દંડક સુરેશભાઈ ધુઆ સહિતની ટીમે તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી હતી.