ગાંધીનગર: ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલની સમિક્ષા બેઠક યોજી
ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની ઉચ્ચસ્તરિય સમીક્ષા બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધીત વિવિધ નવી જોગવાઈઓના ગુજરાતમાં અમલીકરણ તેમજ વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.