ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા કોબા નદીના પટ્ટમાં ભૂમાફિયાઓ માટે દાખવવામાં આવેલ કડક કાર્યવાહી
ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા ભૂમાફિયાઓ માટે દાખવવામાં આવેલ કડક કાર્યવાહી પરિણામે અત્યાર સુધીમાં જિલ્લામાંથી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો. સાદીરેતી ખિનજનું બિનઅધિકૃત ખનન અટકાવતા રૂ.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.બાતમીના પગલે ત્રણ દિવસથી રાત્રિના સમયગાળા દરમ્યાન સઘન વોચ રાખી ખનીજચોરી કરતા ઈસમોની અટકાયત કરી છે.