ગાંધીધામ: મનપાના 13 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર: ભાજપ કાર્યાલયે ખુશીનો માહોલ
આજ રોજ ગાંધીધામ મહાનગર પાલિકા ચૂંટણી માટેની ઉમેદવારોની યાદી જાહેર થતાં શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ખાસ કરીને ભાજપ કાર્યાલય પર ખુશીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં કાર્યકરો દ્વારા એકબીજાને અભિનંદન પાઠવી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યાલય પર ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.