મોરવા હડફ: કોલીયારી ડેમની કેનાલ શરૂ કરવા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારની મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત,ખેડૂતોને સિંચાઈનુ પાણી આપવા માંગ
મોરવા (હ.) તાલુકાના ખેડૂતોના હિતમાં રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે એક મહત્વપૂર્ણ પ્રશાસનિક પગલું ભર્યું છે.વર્ષોથી અધૂરી રહેલી કોલીયારી ડેમની કેનાલને સત્વરે કાર્યરત કરી સ્થાનિક ગામોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે તેમણે જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના માનનીય મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખી અંગ ભલામણ કરી છે.