અંજાર: અંજાર મધ્યે શ્રી મામૈદેવ બગથડા દાદાનો યાત્રા મહોત્સવ ધાર્મિક ભક્તિભાવ સાથે ઉજવાયો
Anjar, Kutch | Apr 19, 2026 ઐતિહાસિક અંજાર મધ્યે આવેલ મહેશપંથી સંપ્રદાયના ઇષ્ટદેવ પરમ પૂજ્ય દેવશ્રી મામૈદેવ બગથડા યાત્રા મહોત્સવ સંપ્રદાયના પીરસાહેબશ્રી નારાયણદેવ લાલણના આશીર્વાદથી કરવામાં આવેલ આ નિમિત્તે વહેલી સવારના દાદાને પંચામૃત સ્નાન,ધ્વજારોહણ કરી ત્યારબાદ દાદાને ભેટુ પ્રસાદ ચડાવવામાં આવેલ,યાત્રાધામના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઇ સિંધવ અને વિમળાબેન ખીમજીભાઈ સિંધવ દંપતીના હસ્તે બારમતીપંથ,મહાધૂપ પૂજા કરાઇ સાંજે રાજેશભાઈ થારૂ અંજારની ટીમ દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો.