અંજાર: પ્રજાપતિ છાત્રાલય પાસે જાહેરમાં જુગાર રમતી 11 મહિલાઓને પોલીસે ઝડપી
Anjar, Kutch | May 17, 2026 અંજારમાં જાહેરમાં જુગાર રમતી 11 મહિલા ખેલી કાયદાના સંકજામાં આવી હતી. શહેરમાં રહેમતનગર, પ્રજાપતિ છાત્રાલય પાસે શેરીમાં ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતો હોવાના બાતમી આધારે પોલીસે અહીં દરોડો પાડી ઝડપાયેલ 11 મહિલાઓ સામે જુગારધારા તળે કાનૂની કાર્યવાહી કરાઈ હતી. કાયદાના સંકજામાં આવેલી મહિલા આરોપીઓ પાસેથી રોકડા રૂા. 47800 કબજે લઈ પોલીસે વધુ તપાસ આરંભી છે.