ખંભાત: વાસણા ગામમાંકોન્ટ્રાક્ટર પાસેથી 5 હજારની ખંડણી વસુલીને વધુ માંગણી કરી હેરાન કરનાર પાર્થ ગજ્જર વિરુદ્ધ ફરિયાદ
ફરિયાદી મહેન્દ્રભાઈ મકવાણાને વાસણા ગામના સરપંચ મારફતે સરકારની યોજના હેઠળ આરસીસી રોડનું કામ મળ્યું હતું.વાસણા ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીને રોડના કામકાજ બાબતે મળવા માટે ગયા હતા જ્યાં ગામનો પાર્થ નરેન્દ્રભાઈ ગજ્જર મળ્યો હતો તેણે રોડનું કામ શાંતિથી પુરુ કરવું હોય તો પાંચ હજાર આપવા પડશે, નહીં તો કામ બાબતે ખોટી-ખોટી રજુઆતો ઉપરી અધિકારીઓને કરી કામ બંધ કરાવી દઈશ. ત્યારબાદ 5 હજાર આપતાં તે ત્યાંથી જતો રહ્યો હતો.બાદ પણ ધમકી આપી વધુ ખંડણી માંગી હતી.