બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર ૧થી ૪ના લોકો સાથેનું સ્નેહમિલન સંમેલન બારડોલી રાજપૂત સમાજ હોલમાં યોજાયું હતું. જેના મુખ્ય વક્તા પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ પરમાર હતા. તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારત દેશ પહેલાં બાળકોનાં રમકડાંથી લઈને તમામ ચીજવસ્તુઓ વિદેશથી મંગાવતો હતો. જ્યારે આજે ‘મેક ઈન ઈન્ડિયા’ થકી યુદ્ધમાં વપરાતાં જહાજો, માઈક્રો ચિપ જેવી વસ્તુઓ સુરત જિલ્લાના બગુમરા ગામે બનાવવાથી લઈને તમામ પ્રકારનાં ઉપકરણો ભારતમાં બનાવવામાં આવે છે