અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ની ગુનેગારો સાથે આવી કેવી મિલીભગત ??
અગાઉ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેમાં કામિની દે પાવૈયા ઉર્ફે કામિની માસીની ધરપકડ થઈ હતી જેમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં બે મહિના સુધી રહીને બહાર આવીને પણ ફરી એકવાર બોડકદેવ સિંધુભવન રોડ પાસે બે દિવસ પહેલા પણ મગજમારી કરે છે.
ઉપરાંત ઇસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ 308 અને લૂંટ મારામારીના ગુનામાં ફરાર અન્ય માસીઓ સાથે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે તેમને પકડવાની બદલે તેમના ત્યાં પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા.
બે દિવસ પહેલા બોડકદેવ સિંધુભવન પાસે પણ કામિની માસીએ આતંક મચાવી એક વ્યક્તિને માર માર્યો હતો !!
અગાઉના કેસમાં આરોપીઓ વોન્ટેડ છે તે ઉપરાંત બિન્દાસ અન્ય સ્થળે જઈને પણ દાદાગીરી પણ કરી રહ્યા છે અને પીએસઆઇ પોતે એમના પ્રોગ્રામમાં હાજર રહે છે આ કેટલું યોગ્ય ??
#gujaratinews #viralvideo #ahmedabad #isanpur
Ahmadabad City, Ahmedabad | Oct 29, 2026