પાલીતાણા: રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં અને ફર્લો પરથી ફરાર આજીવન કેદીને પેરોલ ફ્લો સ્કવોર્ડ ઝડપી લીધો
આજે તારીખ 2જી એપ્રિલના રોજ સાંજના 8 કલાકે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અને પેરોલ ફ્લો સ્કવોર્ડ ની ટીમે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં આજીવન કેદ ભોગવી રહેલા અને ફર્લો રજા પરથી ફરાર થયેલા મુળજીભાઇ ઉર્ફે મુળેશભાઇ બચુભાઇ મકવાણાને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.