અંજાર: હત્યા કેસનો પેરોલ જમ્પ કરનાર આરોપીને LCB પોલીસે ઝડપ્યો
Anjar, Kutch | May 16, 2026 પૂર્વ કચ્છ LCB એ દાયકા જૂની ફરાર આરોપીની તપાસમાં મોટી સફળતા મેળવી, વર્ષ 2013 ના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો આરોપી વસંત જલંધર બહેરા જે 2016માં પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો, તેને કેરળના પલક્કડથી ઝડપી લેવામાં આવ્યો છે. આઇજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારની સૂચના હેઠળ એલસીબી પીઆઈ જે.એમ. વાળા અને તેમની ટીમે ટેકનિકલ વર્કઆઉટ દ્વારા આરોપીનું લોકેશન મેળવી તેને દબોચ્યો હતો.