અંજાર: દબડા વિસ્તારમાં માથાભારે તત્વોનો આતંક: ગેરેજ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ
Anjar, Kutch | Jun 4, 2026 અંજારના દબડા વિસ્તારમાં ગાડી પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા સાત શખ્સોએ ગેરેજ સંચાલક સહિત ત્રણ વ્યક્તિઓ પર ધોકા અને અન્ય હથિયારો વડે હુમલો કરી મારામારી કરી હતી. જાહેરમાં થયેલી આ મારામારીથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. બનાવ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.