ખંભાત: ધોરણ-10ના બોર્ડ પરિણામમાં દીકરીઓએ મેદાન માર્યું, ખંભાત કેન્દ્રનું 76.26% પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખંભાત કેન્દ્રનું સરેરાશ પરિણામ 76.26% નોંધાયું છે. સમગ્ર તાલુકામાં તેજસ્વી તારલાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં ખાસ કરીને દીકરીઓએ મેદાન મારીને શાળાઓનું નામ રોશન કર્યું છે.સમગ્ર તાલુકામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તમામ વિદ્યાર્થીનીઓને શિક્ષણ જગત અને અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.બુધવારે બપોરે 12 ક્લાકે SVS કન્વીનરે પ્રતિક્રિયા આપી હતી.