અંજાર: સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં પ્રથમ વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી
Anjar, Kutch | Apr 30, 2026 અંજાર સ્થિત સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં પ્રથમ વાર્ષિકોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક રજૂઆતો, નૃત્ય, ગીત અને વિવિધ પ્રતિભા પ્રદર્શન કરીને ઉપસ્થિત મહેમાનોનું મન મોહી લીધું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.વિદ્યાર્થીઓના ઉત્સાહ, પ્રતિભા અને સર્જનાત્મકતા જોઈને આનંદ અનુભવ્યો હતો.