ગાંધીધામ: મીઠીરોહર ખાતે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા
જિલ્લા કલેકટરની સુચના મુજબ, પ્રાંત અધિકારી,અંજારના માર્ગદર્શન હેઠળ મામલતદાર, ગાંધીધામ તથા તેમની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મોજે.મીઠીરોહર, તા. ગાંધીધામના પી.એચ.સી.કેન્દ્રની પાછળ ગ્રાઉન્ડ પ્લસ એક માળની કુલ ૧૫ રૂમ વાળી રેસ્ટોરન્ટ સાથેની હોટલ, પાર્કિંગ, ગેરેજ, સર્વિસ સ્ટેશન તથા ૧૦ દુકાન બનાવી અંદાજીત ૨ (બે) એકર જેટલી સરકારી જમીન મુસ્તાક મામદ સોઢા, રહે. મીઠીરોહર દ્વારા બિનઅધિકૃત દબાણ કરેલ. તે જમીન દબાણ મુક્ત કરાવવામાં આવી.