અંજાર: પોલીસે સાપેડા જતા માર્ગ પરથી બોલેરોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો; આરોપી ફરાર
Anjar, Kutch | May 4, 2026 અંજારની સ્થાનિક પોલીસને જી.ઇ.બી. કચેરી પાસે ઉભેલી બોલેરોમાં કોઇ શખ્સો દારૂનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી પરંતુ પોલીસ આવતી હોવાની ગંધ આવી જતાં આરોપીએ ગાડીના કાચ ખુલ્લા રાખી, ગાડીમાં ચાવી અને મોબાઇલ પણ ત્યાં જ મૂકીને પોતે ફરાર થઇ ગયો હતો. અહીં આવેલી પોલીસે બોલેરો નંબર જી.જે. 27 ટી.એફ. 3742માંથી 8 પી.એમ.ના 48 ક્વાર્ટરિયા કિંમત રૂા. 9168નો દારૂ જપ્ત કર્યો હતો અને ગાડીની લેમિનેશન કરેલી આર.સી. બૂક પણ કબજે કરાઇ હતી .