ખંભાત: ખંભાતમાં ધોધમાર વરસાથી ખેડૂતોમાં આનંદની લહેર, 2 કલાકમાં 24 મીમી વરસાદ વરસતા શહેરી વિસ્તારમાં જાહેર માર્ગો પર પાણી
ખંભાત શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ વરસાદને પગલે આનંદની લાગણી જોવા મળી છે. ઠેર-ઠેર ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે.શહેરમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને સરદાર ટાવર અને મોચીવાડ રોડ પર તો જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણીના વહેણ વચ્ચે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી.