ખંભાત: પીપળોઈ ગામેથી તબેલામાંથી ભેંસ ચોરાતા ફરિયાદ
ખંભાત તાલુકાના પીપળોઈ ગામના મહંમદપુરા ઈન્દિરો કોલોની પ્લોટ વિસ્તારમાં ફરિયાદી પ્રધાનબેન ગુલાબસંગ ચાવડા રહે છે. તેઓ પશુપાલન કરીને જીવન ગુજરાન ચલાવે છે. ઘરની સામે તેમણે ભેંસોનો તબેલો બનાવ્યો છે, જ્યાં ભેંસોને રાખવામાં આવે છે. ગત ૨૨મી તારીખના રોજ રાત્રીના દસ વાગ્યા બાદ કેટલાક શખ્સો ત્રાટક્યા હતા અને એક ૪૦ હજાર રૂપિયાની કિંમતની ભેંસની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે ખંભાત રૂરલ પોલીસે પશુ ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.