ગાંધીધામ: આદિપુર વિસ્તારમાં ખુનની કોશિષના ગુનાને અંજામ આપનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં આદિપુર પોલીસે ઝડપ્યા
આદિપુર બસ સ્ટેશન સામે આવેલી મંત્રી ચાયની હોટલ પાસે ફરિયાદી અને તેના સાથી પર હુમલો કરી ધારીયાના ઘા ઝીંકી ઈજા પહોંચાડવા તેમજ ખુનની કોશિષના ગુનાનો અંજામ આપનાર ચાર આરોપીઓ રીતીક કિશોરભાઈ ગજરા,હુસેન ૨હીમભાઈ મૌવર,શાહરૂખ યાકુબ કુરૈશી અને કુબેશ નુતનપ્રકાશ બેરવાલને સામાખિયાળી હાઇવે રોડ પરથી આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.