અંજાર: પોલીસે વરસામેડી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને મુદામાલ સાથે ઝડપ્યા
Anjar, Kutch | Apr 9, 2026 મિલ્કત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવતા અંજાર પીઆઈ એચ.એ. જાડેજાના નેતૃત્વમાં ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલ બાતમીના આધારે અંજારના ૧૨ મીટર રોડ પરથી બંને આરોપીઓ અનિલ રામજીભાઈ કોલી અને વિશાલ હરીભાઈ કોલીને ચોરી કરેલ ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 35,747 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.