જાંબુઘોડા: જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,24 કલાકમાં 4 ઇંચ વરસાદ, ડાઇવર્ઝન ધોવાતાં હાઇવે બ્લોક
જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપે ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર પંથકમાં અંદાજે 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં ચારેય તરફ પાણી પાણી થઈ ગયું છે. મુશળધાર વરસાદના કારણે સ્થાનિક કોતરો અને નાળામાં ઘસમસતા પાણી વહેતા થયા છે, જેના પગલે સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે ભારે વરસાદના કારણે જાંબુઘોડા-બોડેલી નેશનલ હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.