ગાંધીધામ: “ગૌમાતા સન્માન આહ્વાન અભિયાન” અંતર્ગત વિશાળ હસ્તાક્ષર અભિયાન તથા રેલીનું આયોજન; ગાંધી માર્કેટથી પ્રસ્થાન
ગાંધીધામ ખાતે આજરોજ સવારે ૧૧ વાગ્યે “ગૌમાતા સન્માન આહ્વાન અભિયાન” અંતર્ગત વિશાળ હસ્તાક્ષર અભિયાન તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી માર્કેટથી મામલતદાર કચેરી સુધી સંતો-મહંતોની આગેવાનીમાં સર્વ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રમુખો, મહિલા મંડળો, ગૌરક્ષકો, ગૌભક્તો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી દરમિયાન “રામધુન” અને “ગૌમાતાના જયઘોષ” સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.