કાલોલ: કાલોલમાં જાહેર રસ્તા પર શાકભાજીની લારી ઊભી રાખી ટ્રાફિક અડચણ ઊભી કરનાર સામે ગુનો નોંધાયો
કાલોલ શહેરના ભાથીજી મંદિર પાસે જાહેર રોડ પર શાકભાજીની લારી ઊભી રાખી વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે અડચણરૂપ સ્થિતિ ઊભી કરવા બદલ પોલીસે કાર્યવાહી કરી છે.પોલીસ પેટ્રોલીંગ દરમિયાન કાલોલ ટાઉન વિસ્તારમાં ભાથીજી મંદિર પાસે જાહેર રસ્તા પર મુસ્તાકભાઈ ઐયુબભાઈ શેખ પોતાની શાકભાજીની લારી વચ્ચે રાખીને વેપાર કરતા મળી આવ્યા હતા. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહનો માટે અડચણ ઊભી થતી હતી.પોલીસે પંચોની હાજરીમાં સ્થળ પર