મોરવા હડફ: મોરવા હડફ વિધાનસભા વિસ્તારને શિક્ષણની મોટી ભેટ,સાલીયા અને મેત્રાલ ખાતે નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર
મોરવા હડફ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વિસ્તારના સાલીયા સંતરોડ તેમજ મેત્રાલ ગામ ખાતે નવીન સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.