ગાંધીધામ: ટાગોર રોડ પર ઝાડીઓમાંથી ચીસો સંભળાવાના મામલે આદિપુર પોલીસ દ્વારા ડ્રોનથી તપાસ
ગાંધીધામ - આદિપુરને જોડતા વ્યસ્ત ટાગોર રોડ પર ઝાડીઓમાંથી ગતરોજ મદદ માટે સંભળાયેલી રહસ્યમય ચીસોના મામલે પોલીસે આજે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગઈકાલે રાત્રે કોઈ અજ્ઞાત વ્યક્તિની બૂમો સાંભળી સ્થાનિકો દોડ્યા હતા,પરંતુ ભીડ જમા થતાં જ અવાજ અચાનક બંધ થઈ જતાં રહસ્ય ઘેરાયું હતું.આ સંવેદનશીલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આજે આદિપુર પીઆઇ એમ.સી વાળા અને પોલીસ દ્વારા આખા વિસ્તારને કોર્ડન કરી ડ્રોન કેમેરાની મદદથી આકાશમાંથી ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.