મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના સાલીયા ગામે કુટુંબજનો વચ્ચે મારામારીનો બનાવ, બે સામે પોલીસ ફરીયાદ નોંધાઈ.
મોરવા (હ) તાલુકાના સાલીયા ગામે કુટુંબજનો વચ્ચે ઝઘડો થતા મારામારીનો બનાવ સામે આવ્યો છે.ટીનાભાઈ વણકરએ મોરવા હડફ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 24 માર્ચના રોજ સાંજ પોતાના ઘરે પરિવાર સાથે હાજર હતા.તે દરમિયાન તેમના ભત્રીજા દીપકભાઈ અરવિંદભાઈ વણકર અને ભાભી મીનાબેન અરવિંદભાઈ વણકર તેમના ઘરે આવી ઝઘડો શરૂ કર્યો હતો. વાતચીત દરમિયાન ઉશ્કેરાઈને દીપકભાઈએ લાકડી વડે ટીનાભાઈ પર હુમલો કર્યો અને મારપીટ કરી.બનાવ અંગે ટીનાભાઈ વણકરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે