સુરત | નકલી ઘી બનાવવાના કારખાનાનો પર્દાફાશ
નવરાત્રી અને દિવાળી પહેલાં સુરતમાં નકલી ઘી બનાવવાના કારખાના પર પોલીસનો દરોડો
ઉત્રાણ પોલીસે અબ્રામા રોડના માધવ કેમ્પસમાં આવેલા ગોડાઉન પર કાર્યવાહી કરી
ફૂડ સેફ્ટી વિભાગની ટીમને સાથે રાખી સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો
ગોડાઉનમાંથી 1,694 કિલો શંકાસ્પદ ઘી અને અન્ય સામગ્રી જપ્ત
વનસ્પતિ ડાલડા, સોયાબીન તેલ અને પેકિંગ મશીનરી પણ મળી આવી
‘Saahas Premium Cow Ghee’ના નામે પેક કરાયેલો 900 કિલો ઘીનો જથ્થો જપ્ત
કુલ ₹18.21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો
નકલી ઘી બનાવી વેચાણ કરવાના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ
સન્ની કલ્પેશભાઈ મોદી, કિશનભાઈ મનોજભાઈ મોદી અને કલ્પેશભાઈ સુંદરલાલ મોદીની ધરપકડ
તહેવારોમાં ઘીની વધતી માંગ વચ્ચે નકલી ઘી બજારમાં પહોંચાડવાની તૈયારી હોવાની પોલીસની માહિતી
ઘીના સેમ્પલ FSL તપાસ માટે મોકલવામાં આવ્યા
ઉત્રાણ પોલીસે ફૂડ સેફ્ટી વિભાગ સાથે મળીને વધુ તપાસ હાથ ધરી
તહેવારો પહેલાં લોકોના આરોગ્ય સાથે ચેડ�
Udhna, Surat | Oct 12, 2026