સુરતના ડીંડોલીમાં સાઈ પોઈન્ટ નજીક આવેલી લક્ષ્મીનારાયણ વિભાગ-૨ સોસાયટીમાં શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ડીંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા પોલીસ તપાસ તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.