ગાંધીનગર: છોટાઉદેપુરમાં શિક્ષકો પાસેથી લાંચની માંગણીનો આક્ષેપ અખબાર ભવન ખાતેથી પ્રેસ કોન્ફરન્સ
છોટાઉદેપુર એસ.એફ. હાઇસ્કૂલના નવ નિમાયેલ શિક્ષકોએ આચાર્ય હિતેશભાઈ ચૌહાણ અને નગરપાલિકા પ્રમુખ સહિતના સામે લાખો રૂપિયાની લાંચની માંગણી અને ધમકી આપવાનો આક્ષેપ કર્યો છે. 15 સપ્ટેમ્બર, 2025ના રોજ શિક્ષકોને ઓફિસમાં બોલાવી મોબાઇલ કબજે કરીને મિટિંગ યોજાઈ હતી. શિક્ષકોએ પોલીસ રક્ષણ અને તપાસની માંગ કરી છે.