ખંભાત: વીરપુરા મુકામે નવીન દૂધ મંડળીના મકાનનું લોકાર્પણ કરાયું, જિલ્લા પ્રમુખ સહિત Kdcc બેંકના વાઇસ ચેરમેન હાજર રહ્યા
ખંભાતના વીરપુરા મુકામે નવીન દૂધ મંડળીના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દીકરીના હસ્તે રીબીન કાપી દૂધ મંડળીનું લોકાર્પણ કરાયુ હતું. લોકાર્પણ દરમ્યાન જિલ્લા ભાજપા પ્રમુખ સંજયભાઈ પટેલ,કેડીસીસી બેંકના વોઇસ ચેરમેન અને અમૂલના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, એપીએમસી ખંભાતના ચેરમેન ગીરીશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી જોરુભાઈ ભરવાડ અને જિલ્લા પંચાયત પ્રતિનિધિ બીપીનભાઈ પટેલ, તાલુકા ડેલિકેટ પ્રતિનિધિ રાજેશભાઈ ભરવાડ ,મંડળીના ચેરમેન છીમાભાઇ ભરવાડ હાજર રહ્ય.