ગાંધીધામ: મોહરમ પર્વને લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસની સઘન ચેકિંગ ડ્રાઇવ
ડીવાયએસપી મુકેશ ચૌધરી તથા સિટી ટ્રાફિક PSI D.C ગોહિલની હાજરીમાં ગાંધીધામ શહેરમાં મોહરમ પર્વને ધ્યાનમાં રાખી સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી. શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ તેમજ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. આવનારા મોહરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.