ગાંધીધામ: નૂરી મસ્જિદ અને સુંદરપુરી મસ્જિદે તયબાહ ખાતે ઈદ-ઉલ-અઝહા ની નમાજ અદા
પવિત્ર ઈદ-ઉલ-અઝાના અવસરે ગાંધીધામની નૂરી મસ્જિદ તેમજ સુંદરપુરી સ્થિત મસ્જિદે તયબાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખાસ નમાજ અદા કરી હતી. બંને મસ્જિદોમાં મોલાના સાહેબ દ્વારા નમાજ પઢાવવામાં આવી હતી તેમજ દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની દુઆ કરવામાં આવી હતી. નમાજ બાદ લોકોએ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી.