ધંધુકા: ધંધુકા આઈ ટી આઈ પાછળ ગટરનું પાણી ભરાતા ખેડૂતો પરેશાન.
#jansamasya
*ધંધુકા આઈ ટી આઈ પાછળ ગટરનું પાણી ભરાતા ખેડૂતો પરેશાન* અમદાવાદ જિલ્લાના ધંધુકા આઈ ટી આઈ પાછળ પંચવટી તરફ જતા માર્ગ પર છેલ્લા ત્રણ મહિનાથી ગટરનું પાણી ભરાઈ રહેતા સ્થાનિક ખેડૂતો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર આવેલી ચારેય કુંડીઓમાંથી ગટરનું પાણી બહાર નીકળી માર્ગ પર ભરાઈ જાય છે. પ્લોટોનું ગંદુ પાણી આ માર્ગ આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ કોન્ટ્રાક્ટર દ્વાર