ખંભાત: ખંભાત પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નગરા ગામે વેરાઈ માતાજીના ચોક વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો
લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે ખંભાત પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા.ખાસ કરીને નગરા ગામે વેરાઈ માતાજીના ચોક વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા.ભીમતળાવ,જીણજ, કંસારી, નાના કલોદરા સહીતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. જો કે ખંભાત શહેરી વિસ્તારમાં છૂટાછવાયા છાંટા વરસ્યા હતા.