અંજાર: રતનાલ વાડી વિસ્તારમાં વાયરની ચોરી; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Anjar, Kutch | May 2, 2026 અંજાર તાલુકાના રતનાલ ગામની સીમમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તસ્કરો જુદી-જુદી ત્રણ જગ્યાએથી વાયરની ચોરી કરી ગયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. રતનાલ-મોડસર જતા માર્ગ ઉપર આવેલી વાડી વિસ્તારમાં ચોરીનો આ બનાવ ગત તા. 1/5થી 2/5ના રાત્રિથી સવારના અરસામાં બન્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.