અંજાર: રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજારમાં સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું
Anjar, Kutch | Jun 10, 2026 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ નિમિત્તે અંજાર ખાતે જનભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ગાંધીચોક,બસ સ્ટેશન સહિતના જાહેર વિસ્તારોમાં આયોજિત અભિયાનમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉપસ્થિત રહી નગરજનો સાથે શ્રમદાન કર્યું હતું.રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનવી જોઈએ.