પાલીતાણા: સગાપરા ગામે પૂજ્ય મોરારીબાપુની રામકથાનું ભવ્ય આયોજનને લઈને માયાભાઈ આહિરે પ્રતિક્રિયા આપી
પાલીતાણા વિસ્તારમાં વર્ષો પછી પૂજ્ય મોરારીબાપુની રામકથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૧૮ એપ્રિલથી ૨૬ એપ્રિલ સુધી ચાલનારી આ કથાને લઈને સમગ્ર પંથકમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧૮મી તારીખે ભગવાન ભૈરવનાથના મંદિરેથી એક વિશાળ પોથીયાત્રા નીકળશે, જેમાં અનેક બગીઓ જોડાશે. જે અંગે સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહિરે આજે 10 એપ્રિલના રોજ પ્રતિક્રિયા આપી