અંજાર: ગંગાનાકા વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો; પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ઝડપ્યા, મુખ્ય આરોપી ફરાર
Anjar, Kutch | Apr 17, 2026 અંજારમાં ગઈકાલે સાંજે બનેલી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી બે શખ્સોને દબોચી લીધા છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના હેઠળ એલ.સી.બી. પી.આઈ. જે.એમ. વાળા અને અંજાર પી.આઈ. એચ.એ. જાડેજાની ટીમોએ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મહેશ લખુભાઈ કેરાસીયા અને શબ્બીર અબ્દુલકરીમ બાયડને પકડી પાડયા છે.પોલીસ હાલ મુખ્ય આરોપી અસલમ ઉર્ફે અબો સમાની શોધખોળ કરી રહી છે.