અંજાર: જૈન જાગૃતિ સેન્ટર દ્વારા બીજી વખત પીકલ બોલ ટુર્નામેન્ટનું સફળ આયોજન
Anjar, Kutch | Jun 15, 2026 અંજાર ખાતે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા બીજી વખત "પીકલ બોલ ટુર્નામેન્ટ"નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. રસાકસીભર્યા અને ખેલદિલીપૂર્ણ વાતાવરણમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં મહિલા વિભાગમાં ટીશા ભણસારી અને જલજા સંઘવી વિજેતા રહ્યા હતા, જ્યારે આરુષી સંઘવી અને છાયા સંઘવી રનર્સ-અપ રહ્યા હતા. પુરુષ વિભાગમાં ચેતન દોશી અને અંકિત શાહ વિજેતા બન્યા હતા તથા ચિંતન દોશી અને જય શાહ રનર્સ-અપ રહ્યા હતા.