શહેરા: શહેરા-2 પેટા વિભાગીય કચેરી દ્વારા ચારીની વિક્રમ સાર્વજનિક હાઈસ્કૂલમાં વીજ સલામતી અને ઊર્જા સંરક્ષણ પર જનજાગૃતિ કાર્યક્રમ
શહેરા-2 પેટા વિભાગીય કચેરી દ્વારા ચારી ગામની વિક્રમ સાર્વજનિક હાઈસ્કૂલમાં "વીજ સલામતી, ઊર્જા સંરક્ષણ અને જવાબદાર વીજ વપરાશ" વિષય પર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને વીજળીનો સુરક્ષિત ઉપયોગ, વીજ ચોરીના નુકસાન, LED અને જરૂરિયાત મુજબ વીજ વપરાશથી થતી બચત, સ્માર્ટ મીટરના ફાયદા તેમજ સૌર અને પવન ઊર્જા જેવા નવીનીકરણીય સ્ત્રોતોની માહિતી આપી હતી. કાર્યક્રમને રસપ્રદ બનાવવા વીજ સલામતી આધારિત ક્વિઝ અને સ્પર્ધા યોજાઈ હતી.