અંજાર: નંદી શાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદીઓ માટે વિશેષ સેવા:૭૦૦ નંદીઓને તરબૂચ ખવડાવવામાં આવ્યા
Anjar, Kutch | Apr 10, 2026 અંજારની નંદી શાળામાં નંદીઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહંત ત્રિક્મદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને નંદીઓને ઠંડક અને આરામ મળે તે માટે ૭૦૦ નંદીઓને તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા, જે એક પ્રતીકાત્મક તેમજ ઉપ યોગી સેવા તરીકે જોવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રસીકો અને સેવાભાવી લોકોએ હાજરી આપી હતી.